Posts

વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી-ગુજરાત ખાતે શાળા કક્ષાનું ભવ્ય ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Image
   વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી-ગુજરાત ખાતે શાળા કક્ષાનું ભવ્ય ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા અને ગણિત જેવા વિષયને રસપ્રદ બનાવવાના હેતુસર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા સ્થિત  વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી-ગુજરાત  ખાતે તા. ૨૪-૧૨-૨૦૨૫ ને બુધવારના રોજ એક ભવ્ય **‘ગણિત-વિજ્ઞાન પ્રદર્શન’**નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંઘના હોદ્દેદારો અને ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાનો તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી (TPEO) અને બીટ નિરિક્ષક શ્રી પ્રશાંતભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર અને SMC વતી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સંગઠન અને સમાજના અગ્રણીઓ પણ બાળકોનો ઉત્સાહ વધારવા હાજર રહ્યા હતા. જેમાં SMC અધ્યક્ષ શ્રી દિનેશભાઇ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઇ, જિલ્લા સંઘના સહમંત્રી શ્રી...

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

Image
     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...