Posts

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ"

Image
Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ" ખેરગામ પીએસઆઇ ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Image
  Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામ...

Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં.

Image
Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં. આજરોજ તારીખ : 17-10-2024નાં દિને ચીખલી અને ખેરગામ તાલુકાના રૂમલા ચીકારપાડા પ્રાથમિક શાળા, ચીખલી ખેરગામ એસ.એચ., ઘેજ બીડ કણબીવાડ, તલાવચોરા મોટા ફળિયા તથા તલાવચોરા ડેન્સા ફળિયા જેવા વિવિધ સ્થળો ખાતેથી અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામા આવ્યા હતા. જેમાં દરેક ગામનાં અગ્રણી આગેવાનો, રાજકીય આગેવાનો તથા હોદ્દેદારો અને  ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત  સૌને નરેશભાઇ પટેલે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

Navsari : નવસારી જિલ્લામાં સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃતિઓ યોજાઇ

Image
Navsari : નવસારી જિલ્લામાં સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃતિઓ યોજાઇ. નવસારી જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જનભાગીદારી અને વિદ્યાર્થીઓની ભાગીદારી થકી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ સફળતા મેળવી રહ્યું છે  નવસારી,તા.૦૪: રાષ્ટ્રવ્યાપી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ અંતર્ગત "સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" થીમ અંતર્ગત સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવતી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં નવસારી જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જનભાગીદારી અને વિદ્યાર્થીઓની ભાગીદારી થકી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ સફળતા મેળવી રહ્યું છે.  તાજેતરમાં નવસારી તાલુકાના નવાપરા ગામે સ્વચ્છતાલક્ષી સંવાદ કરી ગામના લોકોને "સ્વચ્છ ગામ અને સ્વસ્થ ગામ" વિષય ઉપર સમજુતી આપવામાં આવી હતી. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં સ્વચ્છતા લક્ષી ચિત્ર સ્પર્ધા યોજી બાળકોમાં સ્વચ્છતા જાગૃતિ આણવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરાયો હતો. નવસારી તાલુકાના તેલાડા ગામે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા બાબતે સ્વચ્છતા પ્રવૃત્તિ કરી બાળકો પાસે વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરતા સમજ કેળવી હતી. જ્યારે વાંસદ...

ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Image
 ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું.

Image
Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનુંબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ વાડ મુખ્ય પ્રા. શાળા ખેરગામ, તા. ખેરગામના સ્થળે તા. ૩/૧૦/૨૦૨૪ ના રોજ યોજાયું હતું. જેનાં મુખ્ય વિષય : ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી આધારિત વિવિધ તાલુકાની  25 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.જેમાં  વિભાગ -૧ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં હેપ્પી & હેલ્ધી પીરીયડસ કૃતિ વાડ મુખ્ય પ્રાથમિક શાળા, વિભાગ-૨ પરિવહન અને સંચારમાં પરવીસમ કોંકીટ રોડ કૃતિ ખેરગામ કુમાર શાળા, વિભાગ ૩માં પ્રાકૃતિક ખેતી, જમીન સુધારણ અને જીવાત નિયંત્રણ કૃતિ વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળા,  વિભાગ ૪માં ગણિતીક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, સ્માર્ટ મેડા મેજીક બોક્સ કૃતિ પાટી પ્રાથમિક શાળા,  વિભાગ -૫ (અ) આપત્...