Posts

Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

Image
Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી વાડ મુખ્ય પ્રા.શાળા માં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી   તેજેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી પધાર્યા હતા તેમની અધ્યક્ષતા હેઠળ આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી અને.. મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું.. જેમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન , SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગ્રામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ તથા એમનો પરિવાર,તાલુકા પંચાયતના સભ્યશ્રી.જશોદાબેન,  ફતેહસિંહ ભાઈ પધાર્યા હતા.. સૌ પ્રથમ આંગળવાડીના બાળકોનો કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો... તેમજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૫ બાળકો અને.. ઊંચાબેડા પ્રાથમિક શાળા ના ૬ બાળકો ને બાલવાટિકા માં પ્રવેશ આપ્યો હતો... જેમાં તમામ  બાળકોને..  દફતર .. નોટબુક પેન્સિલ અને રબરની કીટ  શાળા શિક્ષકો તરફથી મળી હતી... ધોર...

Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

Image
   Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું  વિતરણ કરાયું.  તારીખ 18/06/2024 ને મંગળવાર ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો માટે મફત નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાડ ગામના અગ્રગણ્ય ખેડૂત અગ્રણી, સામાજિક કાર્યકર અને  ખેરગામ વિસ્તારમાં દાતારના નામથી ઓળખ ધરાવતા  શ્રી દિનેશભાઈ તથા એમના ધર્મપત્નિ ભારતીબેન તરફથી વિના મૂલ્યે નોટબૂકનું વિતરણ કરાયું હતું.  જેમાં  દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 240 જેટલા બાળકનોને મફત નોટબુક આપી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય શ્રી કિરીટભાઇએ એમનું પુષ્પથી સ્વાગત કર્યુ અને ભારતીબહેનનું સ્વાગત શાળાની તમામ બહેનોએ સાથે મળી કર્યું હતું તેમજ શાળાના આચાર્યશ્રી એ દિનેશભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.  ભવિષ્યમાં પણ એમનો શાળાના બાળકો માટે આવોજ પ્રેમ અને સહકાર મળતો રહેશે  એ માટે આશા વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ...