History of vad |વાડ ગામનો ઈતિહાસ
History of vad |વાડ ગામનો ઈતિહાસ ખેરગામ (Khergam) તાલુકાનું બહુલ આદિવાસી વસતી ધરાવતું ગામ એટલે વાડ. આ ખેરગામ નગરથી માત્ર 5 કિમીના અંતરે આવેલું છે. સ્ત્રીઓની બહુમતી ધરાવતું વાડ ગામ (Vadd Gaam) વિકાસની હરોળમાં આગળ વધી રહ્યું છે. 12 વોર્ડમાં વહેંચાયેલા આ ગામમાં 16 ફળિયાં આવેલાં છે, જેમાં પટેલ ફળિયું, નાયકીવાડ, ટેકરી ફળિયું, બરુંડી ફળિયું, કોળીવાડ ફળિયું, રાંધા ફળિયું, આમલીમોરા ફળિયું, ડુંગરી ફળિયું, વડ ફળિયું, કાવળાખડક ફળિયું, ભવાની ફળિયું, ઊંચાબેડા ફળિયું, ઝાડી ફળિયું, દરગાહ ફળિયું અને ગોડાઉન ફળિયાનો સમાવેશ થાય છે. 1365-94-12 ક્ષેત્રફળમાં વહેંચાયેલા આ ગામની વસતી 6627 છે, જેમાં સ્ત્રીઓની સંખ્યા 3341 અને પુરુષોની સંખ્યા 3286 છે. જ્ઞાતિવાઇઝ સમીકરણ જોઈએ તો અનુસૂચિત જાતિની વસતી 82, બક્ષીપંચની 756, અન્ય જાતિના 44 અને અનુસૂચિત જનજાતિના લોકોની સંખ્યા 5740 છે. શિક્ષણની દૃષ્ટિએ પણ અન્ય આદિવાસી વિસ્તારોની સંખ્યામાં આ ગામ આગળ વધી રહ્યું છે. આ ગામમાં કુલ 4 પ્રાથમિક શાળા (School) આવેલી છે. એ સિવાય જ્ઞાનનું સિંચન કરવા માટે એક હાઇસ્કૂલ એમ.સી.એલ.પટેલનું પણ નિર્માણ કરાયું છે. તો 6 આંગણવાડીના માધ્યમથી બાળક